વડોદરામાં કપડાં સૂકવતી સગીરાનું ત્રીજા માળેથી પટકાતા મોત!
વડોદરામાં કપડાં સૂકવતી સગીરાનું ત્રીજા માળેથી પટકાતા મોત!
Published on: 10th July, 2026

વડોદરાના જવાહરનગર વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જ્યાં ત્રીજા માળની બાલ્કનીમાં કપડાં સૂકવી રહેલી શાલુ યાદવ નામની સગીરાનું દુર્ઘટનામાં મોત થયું છે. દોરી ઊંચી હોવાથી ટેબલ પર ચઢી કપડાં સૂકવવાનો પ્રયાસ કરતી વખતે તે અચાનક સંતુલન ગુમાવી નીચે પટકાઈ હતી. આ ઘટનામાં તેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.