ગુજરાતની નવી 9 મનપાઓને 11 પ્રોજેક્ટ્સ માટે મફત મળશે જમીન
ગુજરાતની નવી 9 મનપાઓને 11 પ્રોજેક્ટ્સ માટે મફત મળશે જમીન
Published on: 10th July, 2026

ગુજરાત સરકારે રાજ્યની નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને આર્થિક અને માળખાકીય રીતે મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નવી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર સુવિધાઓ મળી રહે તે હેતુથી, આગામી 5 વર્ષ સુધી જાહેર હિતના વિવિધ 11 જરૂરી પ્રોજેક્ટ્સ ઊભા કરવા માટે સરકારી જમીન તદ્દન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. આ 9 નવી મહાનગરપાલિકાઓમાં મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદરનો સમાવેશ થાય છે.