હિંમતનગરમાં પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ: બગીચા વિસ્તારમાં કાર્યવાહી શરૂ, દુકાનો આગળના ઓટલા અને સીડીઓ હટાવાઈ.
Published on: 04th August, 2025
હિંમતનગર નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત આજે સવારથી બગીચા વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરાઈ. પાલિકાની ટીમે JCB સહિત ભાગ્યોદયથી હુસૈની ચોક તરફ દુકાનોના ઓટલા અને સીડીઓ હટાવ્યા. અગાઉ પણ છાપરીયા, સહકારી જીન, ટાવર ચોક જેવા વિસ્તારોમાં કાર્યવાહી થઇ હતી. દબાણ હટાવ્યા પછી ફરીથી દબાણો થતા હોવાથી પાર્કિંગની વ્યવસ્થા અને ટ્રાફિક સમસ્યા દૂર કરવી જરૂરી છે, માત્ર દબાણ હટાવવાથી સમસ્યાનું નિરાકરણ શક્ય નથી.

Published on: August 04, 2025