શ્રાવણી પૂનમે શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર વિશેષ શણગાર સાથે રક્ષાબંધનની ઉજવણી.
શ્રાવણી પૂનમે શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર વિશેષ શણગાર સાથે રક્ષાબંધનની ઉજવણી.
Published on: 09th August, 2025

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રક્ષાબંધનના પર્વે ભક્તોની ભારે ભીડ હતી. શ્રાવણી પૂર્ણિમાએ હજારો ભક્તો ભગવાન શામળિયાને રાખડી અર્પણ કરવા ઉમટ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા. હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો અને શ્રદ્ધાપૂર્વક રાખડી અર્પણ કરી, જે પૂજારી દ્વારા ભગવાનના હાથે બાંધવામાં આવી. ભક્તો ભગવાનને ભાઈ માની રાખડી બાંધે છે. શામળાજી મંદિરે ભગવાન શામળિયાને સોનાની રાખડી બાંધવામાં આવી.