સુરેન્દ્રનગર મેયર રાકેશકુમાર અને શિલ્પાબેન રાઠોડનું સન્માન
સુરેન્દ્રનગર મેયર રાકેશકુમાર અને શિલ્પાબેન રાઠોડનું સન્માન
Published on: 04th June, 2026

સુરેન્દ્રનગરના નવનિયુક્ત મેયર રાકેશકુમાર રાઠોડ અને તેમના પત્ની શિલ્પાબેન રાઠોડનું નિવૃત પોલીસ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે ગરમીને ધ્યાનમાં રાખી 2000 ORS પેકેટનું વિતરણ કરાયું. મેયર રાઠોડને તલવાર અને સાફો આપી સન્માનિત કરાયા. ટ્રસ્ટના કાર્યોની પ્રશંસા સાથે, મેયર રાઠોડે સહયોગની ખાતરી આપી. આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.