PM મોદીના સુરત પ્રવાસ પહેલાં 'સ્વચ્છતા હી સેવા'
PM મોદીના સુરત પ્રવાસ પહેલાં 'સ્વચ્છતા હી સેવા'
Published on: 04th June, 2026

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે PM નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે. તેમના આગમન પૂર્વે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ 26 કિલોમીટર લાંબા રૂટ પર 800 સ્થળોએ સફાઈ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતે આ અભિયાનનું નેતૃત્વ કર્યું અને સ્વચ્છતા પ્રત્યે PM મોદીના યોગદાનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે PM મોદીએ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી, જેના પરિણામે દેશમાં 12 કરોડથી વધુ શૌચાલયો બન્યા. આઝાદી પછી સ્વચ્છતાને ક્યારેય પ્રાધાન્ય મળ્યું નહોતું, પરંતુ PM મોદીએ આ ચિત્ર બદલ્યું. સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. ચોમાસા પૂર્વે રોગચાળો અટકાવવા 900 હેલ્થ કેમ્પનું પણ આયોજન કરાયું છે.