રાજકોટમાં 63 સ્થળોએ પે એન્ડ પાર્કિંગ ફ્રી કરવાની યોજના: મેયર નેહલ શુક્લનો સંકેત
રાજકોટમાં 63 સ્થળોએ પે એન્ડ પાર્કિંગ ફ્રી કરવાની યોજના: મેયર નેહલ શુક્લનો સંકેત
Published on: 04th June, 2026

રાજકોટ શહેરમાં 63 સ્થળોએ પે એન્ડ પાર્કિંગને ફ્રી કરવાની દિશામાં મેયર ડો. નેહલ શુક્લ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં પે એન્ડ પાર્કિંગ બંધ થવું જોઈએ તેમ કહેનાર મેયરે કહ્યું કે, મારી કહેલી વાત મને સારી રીતે યાદ છે. કોંગ્રેસે માર્ચમાં કોન્ટ્રાક્ટ પૂરા થયા બાદ પણ ગેરકાયદે ઉઘરાણા થતા હોવાનો આરોપ લગાવ્યો છે. મેયરે સ્પષ્ટ કર્યું કે, નિયમ વિરુદ્ધ ચાર્જ વસૂલનારાઓ સામે કડક કાર્યવાહી થશે અને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જનતાના હિતમાં આગામી નિર્ણયો લેવાશે.