સુરતમાં ખાડી પૂર બાદ વધુ એક ભાજપ ધારાસભ્ય જનાક્રોશનો ભોગ બન્યા
સુરતમાં ખાડી પૂર બાદ વધુ એક ભાજપ ધારાસભ્ય જનાક્રોશનો ભોગ બન્યા
Published on: 10th July, 2026

સુરતમાં ખાડી પૂર બાદ નાગરિકોનો જનઆક્રોશ સતત વધી રહ્યો છે. ચૂંટણીમાં મત આપનાર પ્રજા હવે ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓને ખુલ્લેઆમ ઘેરી રહી છે. ખાડી પૂરે માત્ર ઘરોમાં પાણી જ નથી ભર્યું, પરંતુ વર્ષોની અવગણના સામેનો દબાયેલો રોષ પણ બહાર લાવી દીધો છે. ડુંભાલ બાદ પાંડેસરામાં ભાજપના ધારાસભ્ય મનુ પટેલ પણ પુરગ્રસ્તોના ઉગ્ર વિરોધ અને કડવા સવાલોનો સામનો કરવા મજબૂર બન્યા હતા, જ્યાં મહિલાઓએ તેમની સામે વિકાસના દાવા અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.