મોરબી ભાજપ કાર્યાલયે નવનિયુક્ત પદાધિકારીઓ-કોર્પોરેટરોની બેઠક
મોરબી ભાજપ કાર્યાલયે નવનિયુક્ત પદાધિકારીઓ-કોર્પોરેટરોની બેઠક
Published on: 04th June, 2026

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે નવનિયુક્ત પદાધિકારીઓ અને કોર્પોરેટરોની એક મહત્વપૂર્ણ પરિચય બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ, ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મોરબી શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા મુદ્દે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.