AAP માં ભંગાણ: સૂર્યસિંહ ડાભીનું રાજીનામું, અવગણનાથી નારાજ.
AAP માં ભંગાણ: સૂર્યસિંહ ડાભીનું રાજીનામું, અવગણનાથી નારાજ.
Published on: 11th August, 2025

AAP ના સૂર્યસિંહ ડાભીએ અવગણનાથી નારાજ થઈ રાજીનામું આપ્યું. તેમણે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને રાજીનામું આપ્યું. તેઓ અગાઉ કોંગ્રેસમાં હતા, પણ મનમેળ ન થતાં AAP માં જોડાયા હતા. ગોપાલ ઇટાલીયા અને અરવિંદ કેજરીવાલના કાર્યક્રમોમાં પણ તેમની અવગણના થઇ હતી. હવે તેઓ BJP કે CONGRESS માં જોડાશે તેવી અટકળો છે.