જૂનાગઢ મનપાની બેદરકારી!
જૂનાગઢ મનપાની બેદરકારી!
Published on: 04th June, 2026

જૂનાગઢ શહેરના વિકાસ માટે સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓની અણઆવડત અને બેદરકારીને કારણે જનતા હેરાન છે. ગિરિરાજ રોડ પર તાજેતરમાં બનેલો નવો રસ્તો ખોદકામ દરમિયાન પાણીની લાઈન લીકેજ થતાં લાખો લીટર શુદ્ધ પાણી રોજ વેડફાઈ રહ્યું છે. આના કારણે સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે અને લોકોને પીવાના પાણીની પણ તકલીફ પડે છે. આમ, પ્રજાના ટેક્સના પૈસાનો ખુલ્લો બગાડ થઈ રહ્યો છે. જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે અને કોઈ કાર્યવાહી નથી થઈ રહી.