ઉજ્જૈન: ભગવાન મહાકાલને વૈદિક રાખડી પહેરાવાઇ, સવા લાખ લાડુનો ભોગ ધરાવાયો અને ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો.
ઉજ્જૈન: ભગવાન મહાકાલને વૈદિક રાખડી પહેરાવાઇ, સવા લાખ લાડુનો ભોગ ધરાવાયો અને ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો.
Published on: 09th August, 2025

શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પાવન દિવસે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં રક્ષાબંધન ઉત્સાહથી ઉજવાયો. ભસ્મ આરતી બાદ ભગવાન મહાકાલને રક્ષા બાંધવામાં આવી અને સવા લાખ લાડુનો મહાભોગ ધરાવાયો, જેનું વિતરણ ભક્તોને કરવામાં આવ્યું. દર વર્ષે પુજારી પરિવાર દ્વારા ભગવાન મહાકાલને રક્ષા બાંધી પૂજન થાય છે. સવારે 3 વાગ્યે ભસ્મ આરતી થઈ, જલાભિષેક, પંચામૃત અભિષેક બાદ વૈદિક રીતે રાખડી બાંધવામાં આવી. આ ખાસ વૈદિક રાખડી લવિંગ, એલચી, તુલસીથી બનાવાઈ હતી અને મંદિરને ફૂલોથી શણગારાયું હતું. ભક્તોએ દર્શન કરી પ્રસાદી મેળવી.