બોટાદની JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી.
બોટાદની JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી.
Published on: 09th August, 2025

JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠની વિદ્યાર્થિનીઓએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીમાં રક્ષાબંધનની ઉજવણી કરી. વિદ્યાર્થીઓએ પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા, DYSP મહર્ષિ રાવલ સહિત અધિકારીઓને રાખડી બાંધી આભાર માન્યો. પોલીસ અધિક્ષકે સમાજની શાંતિ માટે પોલીસ અને નાગરિકો વચ્ચેના સહકારનું મહત્વ સમજાવ્યું. DYSP મહર્ષિ રાવલે પોલીસ વિભાગની કામગીરી વિશે માહિતી આપી. આચાર્યના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન થયું.