માંડલના હાંસલપુરમાં ટ્રક પર તાડપત્રી બાંધતી વેળાએ નીચે પટકાયેલા 42 વર્ષીય વ્યક્તિનું મોત
માંડલના હાંસલપુરમાં ટ્રક પર તાડપત્રી બાંધતી વેળાએ નીચે પટકાયેલા 42 વર્ષીય વ્યક્તિનું મોત
Published on: 23rd August, 2026

માંડલ તાલુકાના હાંસલપુર નજીક એક લોડીંગ ટ્રક ઉપર તાડપત્રી બાંધતી વખતે 42 વર્ષીય રવિન્દ્ર અન્ના ચૌહાણ અચાનક નીચે પટકાયા હતા. આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું રાત્રે મોત નીપજ્યું હતું. હાંસલપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભડગાવ તાલુકાના રહેવાસી સાથે બન્યો છે.