હિંમતનગરના ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા સાબરકાંઠા કિસાન સભા દ્વારા આવેદનપત્ર
હિંમતનગરના ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા સાબરકાંઠા કિસાન સભા દ્વારા આવેદનપત્ર
Published on: 23rd August, 2026

દેશભરના ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા અને વધતી મોંઘવારી તથા ખેતી ખર્ચમાં વધારો થતાં ખેતી મુશ્કેલ બની છે. આ મુદ્દે સાબરકાંઠા કિસાન સભાએ સાંસદ તથા ધારાસભ્યોને વડાપ્રધાનને સંબોધી આવેદનપત્ર સુપરત કર્યું. તેમાં ખેડૂત દેવા માફી, MSP ગેરંટી કાયદો, અમેરિકા સાથે મુક્ત વેપાર સમજૂતી રદ, 60 વર્ષથી ઉપરના ખેડૂતો માટે પેન્શન, રાસાયણિક ખાતરની કૃત્રિમ અછત દૂર, ખાતર વિતરણમાં OTP સિસ્ટમ બંધ, પાક વીમા યોજના, લેબર કોડ રદ, મનરેગા ફરી શરૂ અને સ્માર્ટ મીટર બંધ કરવાની માંગ કરાઈ.