GODHRA: શેઠ પેટી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના NSSની વાર્ષિક શિબિરનું આયોજન.
GODHRA: શેઠ પેટી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના NSSની વાર્ષિક શિબિરનું આયોજન.
Published on: 28th March, 2026

ગોધરાની શેઠ પેટી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ દ્વારા વાસાપુર પ્રાથમિક શાળા ખાતે NSSની વાર્ષિક શિબિર યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ્ મેમ્બર્સે રચનાત્મક કાર્યક્રમો કર્યા. કાર્યક્રમમાં મહારેલી, ખજૂર વિતરણ, ચપ્પલ વિતરણ, નિષ્ણાતોના વક્તવ્યો, મેગા હેલ્થ કેમ્પ, બ્લડ ગ્રુપીંગ કેમ્પ અને વિદ્યાર્થીઓ દ્વારા નાટકો રજૂ કરાયા. ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું અને સ્પર્ધાઓના વિનર્સને ટ્રોફી એનાયત કરાઈ.