પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ધક્કા-મુક્કી: ૨ લોકોના મોત, કાવડ યાત્રામાં ભાગ લેવા મોટી ભીડ ઉમટી.
પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ધક્કા-મુક્કી: ૨ લોકોના મોત, કાવડ યાત્રામાં ભાગ લેવા મોટી ભીડ ઉમટી.
Published on: 05th August, 2025

મધ્ય પ્રદેશના સિહોરના કુબેરેશ્વર ધામમાં ભીડને કારણે ધક્કા-મુક્કીમાં ૨ લોકોના મોત થયા. Pandit Pradeep Mishra કાવડ યાત્રા કાઢવાના હતા જેમાં ભાગ લેવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ભંડાર, રોકાણ અને દર્શન માટે જગ્યા ઓછી પડતા ભીડ બેકાબૂ થઇ. વહીવટીતંત્રએ ૪ હજાર ભક્તો માટે વ્યવસ્થા કરી હતી પરંતુ ભીડના દબાણને કારણે વ્યવસ્થા પડી ભાંગી. SP દીપક શુક્લાએ ડાયવર્ઝન અને પાર્કિંગ યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. SDM તન્ય વર્માને સમગ્ર વ્યવસ્થાના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા હતા.