વકીલને કોર્ટની અવમાનનાં બદલ સજા: 3 મહિનાની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ.
વકીલને કોર્ટની અવમાનનાં બદલ સજા: 3 મહિનાની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ.
Published on: 05th August, 2025

એડવોકેટ દેવેશ ભટ્ટને જજો વિરુદ્ધ ખોટા આરોપો બદલ હાઇકોર્ટે 3 મહિનાની જેલ અને 1 લાખનો દંડ ફટકાર્યો. દેવેશે ચીફ જસ્ટિસ સહિત જજો સામે પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા, કોર્ટ મિત્ર સામે પણ આરોપો કર્યા. High Court એ સુઓમોટોમાં સિવિલ અને ક્રિમીનલ કન્ટેમ્પ્ટ બદલ દોષિત ઠેરવ્યા. કોર્ટે જણાવ્યું કે વકીલે કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડી છે અને કાર્યવાહીમાં સહકાર આપ્યો નથી, ઉલટાનું અપમાનજનક વર્તન કર્યું. આ પહેલા પણ વકીલની હાજરી સુનિશ્ચિત કરવા માટે જામીનપાત્ર વોરંટ તેમજ બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા.