ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ
ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ
Published on: 15th June, 2026

સમયસરનું નિદાન જીવનભરની વિકલાંગતા ટાળી શકેસામાન્યપણે વૃદ્ધોને થતી ડાયાબીટીસની સમસ્યા યુવા વર્ગમાં પણ જોવા મળતા વિશેષજ્ઞાોએ ચિંતા વ્યક્ત કરીનવી દિલ્હી: ભારતમાં વધી રહેલી ડાયાબીટીક કટોકટી હવે એક ચિંતાજનક પરિણામ દર્શાવી રહી છે. ડાયાબીટીસના કારણે યુવા પુખ્તોમાં ઓર્થોપેડિક વિકૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ડોક્ટરોના અહેવાલ મુજબ ડાયાબાટીસ અને પ્રી-ડાયાબીટીસને  કારણે ફ્રોઝન શોલ્ડર, ટ્રિગર ફિન્ગર, ટેન્ડન પીડા અને સાંધા અક્કડ થઈ જવા જેવી વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી સમસ્યાઓ ચાલીસની વયમાં રહેલા લોકોને પણ પ્રભાવિત કરી રહી છે.