જી.જી.માં આભા સિસ્ટમની સાથે ઓફલાઈન કેસ કાઢવાની સીસ્ટમ ચાલુ
જી.જી.માં આભા સિસ્ટમની સાથે ઓફલાઈન કેસ કાઢવાની સીસ્ટમ ચાલુ
Published on: 30th May, 2026

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલમાં સરકારના નિર્દેશ મુજબ આભા (ABHA) કાર્ડ સિસ્ટમ શરૂ થતાં શરૂઆતમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. ડેટા એન્ટ્રી અને OTP વેરિફિકેશનની લાંબી પ્રક્રિયાને કારણે એક કેસ કાઢવામાં 10થી 12 મિનિટ લાગતા દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડી હતી. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે ઘણા દર્દીઓ સારવાર લીધા વિના પરત ફર્યા હતા. વિરોધ બાદ હોસ્પિટલ તંત્રએ દર્દીઓની સુવિધા માટે આભા સિસ્ટમની સાથે ઓફલાઈન કેસ કાઢવાની વ્યવસ્થા પણ શરૂ કરી છે. હાલ બંને પદ્ધતિથી કામગીરી ચાલી રહી છે, જેના કારણે કતારો અને અવ્યવસ્થા ઘટી છે.