રાજકોટમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાના દરોડા, રક્ષાબંધન પર્વને લઈ 39 ડેરીઓમાં ચેકિંગ.
રાજકોટમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાના દરોડા, રક્ષાબંધન પર્વને લઈ 39 ડેરીઓમાં ચેકિંગ.
Published on: 09th August, 2025

રાજકોટમાં રક્ષાબંધન પર્વને લઈ આરોગ્ય વિભાગ દ્વારા 39 ડેરીઓમાં ચેકિંગ હાથ ધરાયું. કેસર પેંડા સહિત 15 મીઠાઈઓના નમૂના લેવાયા. લાયસન્સ અને એક્સપાયરી ડેટ ન લખવા બદલ વેપારીઓને નોટિસ આપવામાં આવી. તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, સેમ્પલનો રિપોર્ટ આવતા મહિનાઓ લાગશે.