જામનગરમાં ભૃણ હત્યા અટકાવવા ચુસ્ત અમલીકરણ માટે બેઠક, કામગીરી વેગવંતી
જામનગરમાં ભૃણ હત્યા અટકાવવા ચુસ્ત અમલીકરણ માટે બેઠક, કામગીરી વેગવંતી
Published on: 30th May, 2026

જામનગર જિલ્લા પંચાયત ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના અસરકારક અમલીકરણ અને ભ્રૂણ હત્યા અટકાવવાના હેતુથી જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં કાર્યરત સોનોગ્રાફી અને તબીબી કેન્દ્રોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ કાયદાકીય પ્રક્રિયાઓને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. નવા તબીબોની નિમણૂક, ક્લિનિકોના નવા રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ સંબંધિત પ્રસ્તાવો પર નિર્ણય લેવાયા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનાર કેન્દ્રો સામે કાર્યવાહી અને રજીસ્ટ્રેશન રદ કરવાની બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.