પાલનપુરના ખેમરાજીયામાં 108 ટીમ રિક્ષામાં જઇ પ્રસૂતિ કરાવી
પાલનપુરના ખેમરાજીયામાં 108 ટીમ રિક્ષામાં જઇ પ્રસૂતિ કરાવી
Published on: 15th July, 2026

અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામે ડુંગરાળ વિસ્તારમાં રસ્તાની અસુવિધાને કારણે 108 એમ્બ્યુલન્સ વાન પ્રસૂતાના ઘર સુધી પહોંચી શકી ન હતી. પરિણામે, 108 ટીમે રિક્ષામાં 1 કિલોમીટરનું અંતર કાપીને મણીબેન ડામોરની સુરક્ષિત પ્રસૂતિ કરાવી. બાળકનું માથું બહાર આવી ગયું હોવાથી તાત્કાલિક ધોરણે હેડ ઓફિસના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રસૂતિ સંપન્ન કરવામાં આવી. બાદમાં, માતા અને નવજાત બાળકને રિક્ષા મારફતે એમ્બ્યુલન્સ સુધી લાવી વિરમપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા. રિક્ષા ચાલકે માનવતા દાખવી ભાડું લીધું ન હતું.