પ્રદૂષિત પાણીથી રોગચાળો વધ્યો, કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા, મચ્છરોના બ્રિડિંગ મળતા 506ને નોટિસ.
પ્રદૂષિત પાણીથી રોગચાળો વધ્યો, કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા, મચ્છરોના બ્રિડિંગ મળતા 506ને નોટિસ.
Published on: 05th August, 2025

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMC દ્વારા ચેકિંગ કરાયું. રહેણાંક વિસ્તારોમાં મચ્છરના બ્રિડિંગ મળતા નોટિસ અને દંડ વસૂલાયો. ગોદરેજ ગાર્ડન સિટી, સિદ્ધાર્થ લક્ઝુરીયા સહિત અનેક જગ્યાએ મચ્છરોના બ્રિડિંગ મળ્યા. 1065 જગ્યાઓ ચેક કરી, 506ને નોટિસ અપાઈ, ₹2 લાખનો દંડ વસૂલાયો. પાણીજન્ય રોગચાળો વધ્યો, ઝાડા ઉલ્ટીના 789 કેસ નોંધાયા. ફરિયાદ માટે 155303 પર ફોન કરો.