અમરેલીના દડવા રાંદલ મંદિર પરિસરમાં ફૂડ લાયસન્સ કેમ્પ યોજાયો
અમરેલીના દડવા રાંદલ મંદિર પરિસરમાં ફૂડ લાયસન્સ કેમ્પ યોજાયો
Published on: 08th October, 2026

અમરેલી જિલ્લા કલેક્ટરની સૂચના બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વડિયાના દડવા ખાતે રાંદલ મંદિર પરિસરમાં ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં ખાદ્ય વિક્રેતાઓને સ્વચ્છતા અને હાઇજેનિક કન્ડિશન જાળવવા સૂચના અપાઈ. સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે પણ માહિતગાર કરાયા. સ્થળ પર જ 12 ફૂડ બિઝનેસ ઓપરેટર્સને જરૂરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.