મહેસાણાના 311 મહેસૂલી કર્મચારીઓની હડતાળ
મહેસાણાના 311 મહેસૂલી કર્મચારીઓની હડતાળ
Published on: 08th October, 2026

મહેસાણા જિલ્લામાં 311 મહેસૂલી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને બુધવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળને કારણે મામલતદારથી લઈને કલેક્ટર કચેરી સુધીની કામગીરી ખોરવાઈ ગઈ છે. જમીનની નોંધો, લેન્ડ ગ્રેબિંગ, આવકના દાખલા, રેશનકાર્ડ જેવી મહેસૂલી કામગીરી માટે આવેલા અરજદારોને ધક્કો ખાવો પડ્યો છે. જોકે, મહેસાણા મામલતદાર દ્વારા ATVT સેન્ટરમાં આવક, જાતિ, રહેઠાણના પુરાવા જેવા પ્રમાણપત્રોનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે, જ્યાં રોજના 180-200 અરજદારોને સેવા મળી રહી છે. અગાઉથી લેન્ડ રેકર્ડ સર્વેયરો પણ હડતાળ પર હોવાથી જમીન સંબંધિત કામગીરી પર બેવડી અસર પડી છે.