સાવરકુંડલા, લીલીયા, જાલીયા, ગાધકડામાં રેલવે ફાટકો પર આધુનિક ઇલેક્ટ્રિકલ લિફ્ટિંગ બેરિયર લગાવાયા
સાવરકુંડલા, લીલીયા, જાલીયા, ગાધકડામાં રેલવે ફાટકો પર આધુનિક ઇલેક્ટ્રિકલ લિફ્ટિંગ બેરિયર લગાવાયા
Published on: 08th October, 2026

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરો અને માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 4 રેલવે ફાટકો પર જૂના મિકેનિકલ લિફ્ટિંગ બેરિયર્સને બદલે આધુનિક ઇલેક્ટ્રિકલ લિફ્ટિંગ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. આ ફેરફાર જાલિયા, લીલિયા મોટા, સાવરકુંડલા અને ગાધકડા સ્ટેશન યાર્ડમાં કરવામાં આવ્યા છે, જેમાં સ્લાઇડિંગ બૂમની સુવિધા પણ સામેલ છે. આ નવી ટેકનોલોજી ફાટકોનું સંચાલન વધુ સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવશે, જેનાથી માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષામાં વધારો થશે.