ગિરનાર ઇકો સેન્સેટીવ ઝોનમાં બાંધકામ માટે 17 અરજીઓની ચકાસણી શરૂ
ગિરનાર ઇકો સેન્સેટીવ ઝોનમાં બાંધકામ માટે 17 અરજીઓની ચકાસણી શરૂ
Published on: 08th October, 2026

જૂનાગઢમાં ગિરનાર ઇકો સેન્સેટીવ ઝોનમાં રહેણાંક, હોટલ, શાળા અને કારખાના જેવા બાંધકામો માટે 17 અરજીઓ આવી છે. આ અરજીઓની સ્થળ તપાસ કરીને કલેક્ટરને રિપોર્ટ અપાશે, ત્યારબાદ ગાંધીનગરથી અંતિમ મંજૂરી મળશે. ગિરનાર જંગલના વન્યજીવો અને દુર્લભ વનસ્પતિઓના સંરક્ષણ માટે 2012માં આ ઝોન જાહેર કરાયો હતો, જેથી માનવ-વન્યજીવ સંઘર્ષ અને પ્રદૂષણ અટકાવી શકાય. જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી મોનીટરીંગ કમિટીની બેઠકમાં આ અરજીઓ પર ચર્ચા થઈ હતી.