ભારત માટે રમી ચૂકેલા દિવ્યાંગ ક્રિકેટરો મજૂરી કરવા મજબૂર
ભારત માટે રમી ચૂકેલા દિવ્યાંગ ક્રિકેટરો મજૂરી કરવા મજબૂર
Published on: 08th October, 2026

ગુજરાતના અનેક દિવ્યાંગ ક્રિકેટરો જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેઓ આજે મજૂરી કરવા અથવા બે શિફ્ટમાં નોકરી કરવા મજબૂર છે. ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે રમી ચૂકેલા ખેલાડીઓ સુથારી કામ, પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. દિવ્યાંગ ક્રિકેટમાં મેચ ફી, પ્રાઇઝ મની કે સ્થિર આવકની વ્યવસ્થા ન હોવાથી ખેલાડીઓને મુસાફરી અને કિટનો ખર્ચ પણ જાતે કરવો પડે છે. BCCIના સૂચન છતાં ગુજરાતમાં દિવ્યાંગ ક્રિકેટ માટે અલગ કમિટી ન બનતા ખેલાડીઓને સુવિધાઓ મળતી નથી.