રાજસ્થાનના પરિવારને વઢવાણ પાસે અકસ્માત નડયો
રાજસ્થાનના પરિવારને વઢવાણ પાસે અકસ્માત નડયો
Published on: 08th October, 2026

રાજસ્થાનથી દ્વારકા અને સોમનાથના દર્શન કરીને મેક્સી ટ્રકમાં પરત ફરી રહેલા પરિવારને વઢવાણના ફૂલગ્રામ પાસે ગત રાત્રે અકસ્માત નડ્યો હતો. પૂરઝડપે જતી મેક્સી ટ્રક આગળ ચાલતા બોરવેલ વાહન સાથે અથડાતાં ૧૨ લોકોને ઇજા પહોંચી હતી. સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ કરાયેલા બે લોકોને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ૧૯ વર્ષીય પુષ્કર પ્રજાપતિનું મોત થયું હતું. આ અકસ્માત અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર થયો હતો.