પોરબંદર મનપા દ્વારા GUDM અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ મિલકતોનો નવો પ્રોપર્ટી સર્વે શરૂ
પોરબંદર મનપા દ્વારા GUDM અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ મિલકતોનો નવો પ્રોપર્ટી સર્વે શરૂ
Published on: 08th October, 2026

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા GUDM અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત મકાન અને મિલકતોનો નવો પ્રોપર્ટી સર્વે શરૂ કરાયો છે. અધિકૃત સર્વેયરો મિલકતની સ્થળ મુલાકાત લઈ ક્ષેત્રફળ, બાંધકામ અને વપરાશ જેવી વિગતો ચકાસશે તથા ફોટોગ્રાફ્સ લેશે. આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરની તમામ મિલકતોનો સચોટ GIS, VIS ડેટાબેઝ તૈયાર કરવાનો છે, જેનાથી ભવિષ્યમાં માળખાકીય વિકાસ, રસ્તા, પાણી, ગટર અને નાગરિક સુવિધાઓનું આયોજન સુદ્રઢ બનશે. નાગરિકોને સાચી માહિતી આપવા અને સહયોગ કરવા અપીલ કરાઈ છે, તથા આ સર્વે વિનામૂલ્યે હોવાનું જણાવી નાણાં માંગનાર સામે સાવચેત રહેવા સૂચના અપાઈ છે.