મહેસૂલી કર્મચારીઓની હડતાળ: બનાસકાંઠા અને વાવ-થરાદમાં વહીવટી કામકાજ ઠપ
મહેસૂલી કર્મચારીઓની હડતાળ: બનાસકાંઠા અને વાવ-થરાદમાં વહીવટી કામકાજ ઠપ
Published on: 08th October, 2026

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના કારણે સરકારી કચેરીઓનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થયું છે. પાલનપુર જન સુવિધા કેન્દ્રમાં સવારથી જ નોન-ક્રિમિલિયર અને આવકના દાખલા કઢાવવા આવેલા અંદાજે 200 અરજદારોને હડતાળની જાણ ન હોવાથી તેમને ધક્કો પડ્યો હતો. વાવ-થરાદમાં 190 કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા હતા, જેના કારણે જમીન-મહેસૂલ સંબંધિત કામગીરી અને વિવિધ અરજીઓના નિકાલ પર અસર થવાની શક્યતા છે. કર્મચારીઓએ પડતર માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, ધાનેરામાં મામલતદારે જાતે દાખલા કાઢીને અરજદારોને રાહત આપી હતી.