મહેસાણાના 1000થી વધુ વકીલોએ કોર્ટ અધિકારક્ષેત્ર મુદ્દે બાઇક રેલી યોજી
મહેસાણાના 1000થી વધુ વકીલોએ કોર્ટ અધિકારક્ષેત્ર મુદ્દે બાઇક રેલી યોજી
Published on: 08th October, 2026

મહેસાણાના 1000થી વધુ વકીલોએ ઊંઝા, બહુચરાજી અને જોટાણા કોર્ટનો મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સમાવેશ સહિતના મુદ્દે પોતાની હડતાળ ચાલુ રાખી છે. રાજ્ય સરકાર સાથે સમાધાન બાદ ગુજરાત બાર એસોસિએશને હડતાળ સમેટી લીધી હોવા છતાં, આ વકીલોએ બે મુખ્ય માંગણીઓ સાથે બુધવારે શહેરમાં બાઇક રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું. તેમની માંગ છે કે પોલીસ સ્ટેશનમાંથી બિનજામીનપાત્ર ગુનાઓમાં જામીન આપવાનું બંધ કરવું અને કોર્ટમાં પ્રોડક્શન આપવાની પ્રક્રિયા ચાલુ રાખવી. વકીલોએ શનિવાર સુધી કોર્ટકામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે, જેના કારણે પક્ષકારોને ભારે અગવડ પડી રહી છે.