વઢવાણમાં શિયાણીની પોળના દરવાજે દિશાસૂચક બોર્ડ ઢંકાયાં
વઢવાણમાં શિયાણીની પોળના દરવાજે દિશાસૂચક બોર્ડ ઢંકાયાં
Published on: 08th October, 2026

સુરેન્દ્રનગરના વઢવાણના ઐતિહાસિક શિયાણી પોળના દરવાજા પાસે ગઢની દીવાલ પરથી એક ઘટાદાર વૃક્ષની ડાળીઓ નીચે સુધી ઝૂકી ગઈ છે. આ ડાળીઓએ રસ્તા પરના દિશા-સૂચક અને નામના બોર્ડને સંપૂર્ણપણે ઢાંકી દીધા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડે છે. વૃક્ષની અંદર આવેલી પાલિકાની સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ પણ ડાળીઓના કારણે રોડ સુધી પહોંચતો નથી, જેથી રાત્રે અંધારું રહે છે અને બોર્ડ વંચાતા નથી. સ્થાનિકોએ તંત્રને ડાળીઓની ટ્રિમિંગ કરાવી બોર્ડ સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.