જૂનાગઢ જિલ્લામાં મુખ કેન્સરના 2052 દર્દી.
જૂનાગઢ જિલ્લામાં મુખ કેન્સરના 2052 દર્દી.
Published on: 31st May, 2026

વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યો કરવામાં આવે છે. આ વર્ષે, જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ટોબેકો ફ્રી એજ્યુકેશન હેઠળ આવરી લેવામાં આવી છે. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત 1371 શાળાઓ અને કોલેજોમાં એન્ટી ટોબેકો સ્કૂલ અવેરનેશ કાર્યક્રમ યોજાયા. ઉપરાંત, તમાકુ નિષેધ સંકલ્પ કાર્યક્રમ અને તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ 6894 લોકો પર દંડ ફટકારવામાં આવ્યો છે. જૂનાગઢ આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ મળી કુલ 2052 મુખ કેન્સરના દર્દી નોંધાયા છે.