ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો, 38% પુરુષોને તમાકુનું વ્યસન જ્યારે માત્ર 5 ટકા જ દારૂ પીવે છે
ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો, 38% પુરુષોને તમાકુનું વ્યસન જ્યારે માત્ર 5 ટકા જ દારૂ પીવે છે
Published on: 30th May, 2026

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6 (NFHS-6) મુજબ ગુજરાતમાં મેદસ્વીતા, હાઈપરટેન્શન અને ડાયાબિટીસના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. રાજ્યના 31% લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે, જ્યારે 21% લોકો હાઈપરટેન્શન અને 18% ડાયાબિટીસથી પીડાય છે. શહેરોમાં મેદસ્વીતા અને હાઈપરટેન્શનના દર્દીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. સાથે જ રાજ્યના 35% બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. પુરુષોમાં 38% તમાકુનું વ્યસન છે, જ્યારે મહિલાઓમાં આ આંકડો 7% છે. સર્વે આરોગ્ય અને પોષણ ક્ષેત્રે ગંભીર પડકારો તરફ ઈશારો કરે છે.