વડોદરા: શેરખી ગામમાં જર્જરિત બ્રિજ અને ગંદકીથી રોગચાળાનો ભય, ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી.
વડોદરા: શેરખી ગામમાં જર્જરિત બ્રિજ અને ગંદકીથી રોગચાળાનો ભય, ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી.
Published on: 05th August, 2025

વડોદરાના શેરખી ગામના લોકો જર્જરિત બ્રિજ અને નર્મદા કેનાલની ગંદકીથી પરેશાન છે. બ્રિજ જર્જરિત હોવાથી અકસ્માતનો ભય છે, જ્યારે કેનાલ ડમ્પિંગ યાર્ડ જેવી બની ગઈ છે. આ ગંદકીને કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય પર અસર થવાની દહેશત છે. વડોદરા શહેરને પણ આ કેનાલમાંથી પાણી મળે છે, જેથી શહેરીજનોના સ્વાસ્થ્ય માટે પણ તે જોખમી છે. તાત્કાલિક નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.