સુરેન્દ્રનગર સમાચાર: પાનવા ગામે પાશ્ચરવપદ્માવતી જૈન ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
સુરેન્દ્રનગર સમાચાર: પાનવા ગામે પાશ્ચરવપદ્માવતી જૈન ગૌશાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
Published on: 04th August, 2025

દસાડા તાલુકાના પાનવા ગામે લેખેન્દ્ર ફાઉન્ડેશન સંચાલિત ગૌશાળામાં જૈનાચાર્ય શ્રીમદ વિજય લેખેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણ સંરક્ષણની પહેલને વેગ આપવાનો સંકલ્પ લેવાયો. ૨૦૦ વૃક્ષોનું રોપણ કરાયું. ગુજરાત રાજ્ય નિવૃત વન અધિકારી કલ્યાણ મંડળ, ગૌશાળા અને ગ્રામ પંચાયત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રામજનો હાજર રહ્યા. જેમાં નિવૃત વન અધિકારી એચ.કે. રબારી સહીતના આગેવાનો હાજર રહ્યા.