પંજાબમાં નકલી એન્કાઉન્ટર કેસ: નિવૃત્ત SSP સહિત 5ને આજીવન કેદ, 7 યુવાનોની હત્યાનો કેસ.
પંજાબમાં નકલી એન્કાઉન્ટર કેસ: નિવૃત્ત SSP સહિત 5ને આજીવન કેદ, 7 યુવાનોની હત્યાનો કેસ.
Published on: 04th August, 2025

પંજાબના તરનતારનમાં 1993ના નકલી એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે નિવૃત્ત SSP સહિત 5 પોલીસ અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારી. IPCની કલમ 302 અને 120-B હેઠળ કેસ ચલાવવામાં આવ્યો. 1993માં 7 યુવાનોને એન્કાઉન્ટરમાં મૃત બતાવાયા, જેમાં 4 SPO હતા. યુવાનોને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી ત્રાસ અપાયો હતો.