સુરત: ભાઠા ગામે જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતા 3 લોકોના દુઃખદ મોત.
સુરત: ભાઠા ગામે જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતા 3 લોકોના દુઃખદ મોત.
Published on: 11th July, 2025

સુરતના ભાઠા ગામે જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતા 3 લોકોના મોત થયા છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો થયો અને ઘરમાં રહેલા 3 લોકોના મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે જઈ જનરેટર બંધ કર્યું અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને આસપાસના લોકોના નિવેદન લીધા છે.