વાવ-થરાદમાં 3 લક્ઝુરિયસ કારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
વાવ-થરાદમાં 3 લક્ઝુરિયસ કારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
Published on: 10th July, 2026

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલીકરણ અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વાવ-થરાદ જિલ્લામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે, SMC ટીમે રામપુર-એટા રોડ પર દરોડા પાડી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી. આ દરમિયાન, 4,558 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹14,59,342) અને દારૂની હેરાફેરીમાં વપરાયેલી 3 લક્ઝુરિયસ કાર સહિત કુલ ₹64,59,842 નો મુદ્દામાલ જપ્ત કરાયો. અંધારાનો લાભ લઈ ચાલકો ફરાર થવામાં સફળ રહ્યા હતા, પરંતુ કાર માલિકો સહિત 8 લોકો સામે સુઇગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.