મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
Published on: 22nd May, 2026

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં વાઘના હુમલામાં ચાર મહિલાઓના મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ છે. સિંદેવાહી તાલુકાના ગુંજેવાહી વિસ્તારમાં તેંદુપત્તા એકત્ર કરવા ગયેલી મહિલાઓ પર જંગલમાં છુપાયેલા વાઘે અચાનક હુમલો કર્યો હતો. ઘટનામાં ચારેય મહિલાઓનું કરુણ મોત થયું. ઘટનાસ્થળે પોલીસ અને વન વિભાગની ટીમ પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે વધતા વન્યજીવ હુમલાઓ છતાં વન વિભાગ અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે.