પાટણ : પીવાના પાણીની કેનાલમાં મૂર્તિ વિસર્જન, કોંગ્રેસ આગેવાનોએ મૂર્તિઓ બહાર કાઢી.
પાટણ : પીવાના પાણીની કેનાલમાં મૂર્તિ વિસર્જન, કોંગ્રેસ આગેવાનોએ મૂર્તિઓ બહાર કાઢી.
Published on: 05th August, 2025

પાટણ નગરપાલિકાએ કુંડ બનાવવાની જાહેરાત કરી હોવા છતાં વ્યવસ્થા ન કરાતા લોકોએ પીવાના પાણીની કેનાલમાં મૂર્તિઓનું વિસર્જન કર્યું. મૂર્તિઓમાં કેમિકલયુક્ત રંગો અને અન્ય વસ્તુઓ હોવાથી પાણી ગંદુ થયું. કોંગ્રેસ કોર્પોરેટરોએ જાતે પાણીમાં ઉતરીને મૂર્તિઓ બહાર કાઢી, અને કેનાલ સાફ કરવાની માગણી કરી જેથી લોકોને શુદ્ધ પાણી મળી રહે.