આણંદમાં નારી વંદન ઉત્સવ સપ્તાહ: ભાદરણમાં મહિલા સુરક્ષા દિવસે કિશોરીઓને ઘરેલુ હિંસા અધિનિયમ અને સુરક્ષા માર્ગદર્શન અપાયું.
આણંદમાં નારી વંદન ઉત્સવ સપ્તાહ: ભાદરણમાં મહિલા સુરક્ષા દિવસે કિશોરીઓને ઘરેલુ હિંસા અધિનિયમ અને સુરક્ષા માર્ગદર્શન અપાયું.
Published on: 03rd August, 2025

આણંદ જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહની શરૂઆત ભાદરણની T.B. હાઇસ્કુલમાં મહિલા સુરક્ષા દિવસથી થઈ. જેમાં ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અને મહિલા હેલ્પ લાઈન નંબર 181, પોલીસ હેલ્પ લાઈન નંબર 100 જેવી સરકારી યોજનાઓ અને બેટી બચાવો, બેટી પઢાવો યોજના વિશે માહિતી આપવામાં આવી, તેમજ સ્વરક્ષણનું નિદર્શન કરાયું. કાર્યક્રમમાં D.Y.S.P સહિતના અધિકારીઓ અને નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.