માંડલ: દેત્રોજ તાલુકામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી: ગુરુપૂજન, ભજન અને ભોજન જેવા કાર્યક્રમો યોજાયા.
માંડલ: દેત્રોજ તાલુકામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી: ગુરુપૂજન, ભજન અને ભોજન જેવા કાર્યક્રમો યોજાયા.
Published on: 11th July, 2025

અમદાવાદ જિલ્લાના માંડલ અને દેત્રોજ પંથકમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ. બ્રહ્મલીન રામાનંદ સરસ્વતી આશ્રામમાં પૂજન, મહાઆરતી અને પ્રસાદ વિતરણ થયા. 600 વર્ષ જુના મોટારામજી મંદિરમાં 1008 મહામંડલેશ્વર રામેશ્વર દાસજીની નિશ્રામાં ગુરુપૂર્ણિમા ઉજવાઈ. સવારથી જ ભક્તો ઉમટ્યા. રામચંદ્રજીની પુજા, ગુરુપુજન, મંત્રદીક્ષા અને ભોજનપ્રસાદ થયા. શ્રી સદગુરુ સાધના કેન્દ્ર દત્તાત્રેય ભગવાનની જગ્યામાં, આનંદનાથ અવધુત ધુણા ઉપર મહેન્દ્રભાઈ રાવલ (કાનાભાઈ)ના સાનિધ્યમાં અને અન્ય મંદિરોમાં પણ ઉજવણી થઇ. Detroj ના અશોકનગર કનકેશ્વરી દેવીજી આશ્રામ અને રબારી સમાજના ધર્મગુરુ ગાદી જગ્યાઓમાં પણ આયોજનો થયા.