માંડલ: ઉઘરોજ ગામે મંદિર પાસેથી 747.3 ગ્રામ ગાંજો પકડાયો, આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી.
માંડલ: ઉઘરોજ ગામે મંદિર પાસેથી 747.3 ગ્રામ ગાંજો પકડાયો, આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Published on: 11th July, 2025

માંડલના ઉઘરોજ ગામે પાંડેશ્વર મહાદેવ મંદિર પાછળ એક શખ્સ ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો. 747.3 ગ્રામ ગાંજો, જેની કિંમત 7 હજારથી વધુ છે, જપ્ત કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી. વિઠ્ઠલાપુર પોલીસે FSL ટીમની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી.