મજરાની 500 વર્ષ જૂની હોળી પરંપરા: શ્રદ્ધાળુઓ અંગારા પર ચાલી ભક્તિ કરે છે.
મજરાની 500 વર્ષ જૂની હોળી પરંપરા: શ્રદ્ધાળુઓ અંગારા પર ચાલી ભક્તિ કરે છે.
Published on: 03rd March, 2026

સાબરકાંઠાના મજરામાં 500 વર્ષથી હોળીની અનોખી પરંપરા છે, જેમાં શ્રદ્ધાળુઓ સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે. ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં લાકડાં અને છાણાંનો ઉપયોગ થાય છે. આ પરંપરામાં કોઈને નુકસાન થતું નથી, જેને લોકો દાદા ભૈરવનાથની કૃપા માને છે. હોળીના દિવસે દુર દુરથી લોકો દર્શન કરવા આવે છે અને માનતા પુરી કરે છે.