રાણાવાવ બાયપાસ પાસે બાઇક સ્લીપ થતાં ગંભીર અકસ્માત
રાણાવાવ બાયપાસ પાસે બાઇક સ્લીપ થતાં ગંભીર અકસ્માત
Published on: 02nd June, 2026

રાજકોટ નેશનલ હાઇવે પર રાણાવાવ બાયપાસ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઇક અચાનક સ્લીપ થતાં ચાલક રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત ચાલકને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને લીધે થોડા સમય માટે હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.