ભરૂચ: આંગણવાડીની 35+ બહેનોને ન્યૂડ વીડિયો કોલથી ત્રાસ; અજાણ્યા શખ્સની હેરાનગતિથી મહિલાઓ અને પરિવારોમાં કંકાસ.
ભરૂચ: આંગણવાડીની 35+ બહેનોને ન્યૂડ વીડિયો કોલથી ત્રાસ; અજાણ્યા શખ્સની હેરાનગતિથી મહિલાઓ અને પરિવારોમાં કંકાસ.
Published on: 05th August, 2025

ભરૂચમાં 35થી વધુ આંગણવાડી બહેનોને અજાણ્યા શખ્સ દ્વારા ન્યૂડ વીડિયો કોલથી હેરાનગતિ થઈ રહી છે. આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા સીમકાર્ડ પર રાત દિવસ અશ્લીલ હરકતો કરતો એક જ વ્યક્તિ પરેશાન કરે છે, જેના કારણે તેઓ ભયભીત છે. કેટલાક ઘરોમાં કંકાસ થઈ રહ્યો છે. મહિલાઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને આવા વિકૃત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.