ચોટીલા: યાત્રાધામ ચોટીલામાં પૂનમે દર્શન માટે માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી.
ચોટીલા: યાત્રાધામ ચોટીલામાં પૂનમે દર્શન માટે માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી.
Published on: 11th July, 2025

સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલામાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી. ભક્તોનો વધારે પ્રવાહ હોવાથી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ચોટીલા પોલીસ દ્વારા હાઇવે પર ટ્રાફિક હળવો કરવા માટે કામગીરી કરી હતી.